Skip to main content
Settings Settings for Dark

લાભ પાંચમે વેપારી વર્ગે વેપાર-ધંધાના કર્યા શ્રી ગણેશ

Live TV

X
  • લાભ પાંચમે વેપારી વર્ગે વેપાર-ધંધાના કર્યા શ્રી ગણેશ

    આજે કારતક સુદ પાંચમે સૌભાગ્ય પંચમી, જ્ઞાન પાંચમી -લાભ પાંચમે નવું કાર્ય, ખરીદી, વેપારની શરૂઆત કરવાની પરંપરા હોવાથી વડોદરા શહેરના વેપારીઓએ આજના દિવસે વેપાર વણજના સ્થાનકના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક અને પાંચ ચાંલ્લા કરીને લક્ષ્મીજી અને ગણેશનું પૂજન- અર્ચન કર્યું હતું. લાભના પાંચ ચોપડા પૂજન કરી વેપારીઓએ વેપારની શરૂઆત કરી હતી. 

    ભારતીય સંસ્કૃતિમાં વેપાર ધંધા માટે લાભ પાંચમનો વિશેષ મહિમા રહેલો છે. નવા વર્ષે એટલે કે બેસતા વર્ષે સારા મુહૂર્ત માં ચોપડામાં મીતિ કરી ચોપડા પૂજન કરી વેપાર ધંધાની શરૂઆત કરતા હોય છે. વર્તમાન સમય કોમ્પ્યુટર યુગ છે અને તમામ હિસાબો કોમ્પ્યુટરમાં લખાતા હોય છે ત્યારે આજે પણ વેપારીઓ દ્વારા ચોપડા પૂજન ની પરંપરા જાળવી રાખવામાં આવી છે. લાભ પાંચમનું મુહૂર્ત પૂજા કરવાથી વ્યાપાર વૃદ્ધિ સુખ સમૃદ્ધિ થાય છે. ભગવાન લક્ષ્મીજી અને ગણેશજી વિધ્નોને દૂર કરે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply