Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનશે: CRPFની 8 કંપનીઓ અભેદ્ય કિલ્લામાં ફેરવશે

Live TV

X
  • પોલીસ દ્વારા લૉકડાઉનનો કડકાઇથી અમલ કરાવાઈ રહ્યો છે. તેમજ તેનો ભંગ કરનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ધાર્મિક સ્થળો ઉપર ચોકસાઇથી નજર રાખવામાં આવી રહી છે...ધાર્મિક મેળાવડા ન યોજાય તે માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.. ડ્રોન તેમજ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ પગલાં લઇ રહી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિગતો આપતાં કહ્યું હતું કે સીઆરપીએફની આઠ કંપનીઓ કંટેન્મેટન્ટ ઝોનમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત SRPની ટુકડીઓ પણ ખડે પગે કામગીરી બજાવી રહી છે. પોલીસની રાહબરી હેઠળ પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવમાં આવી રહ્યાં છે.અમદાવાદમાં રેડ ઝોનમાં સલામતીની વ્યવસ્થા જાળવવા માટે RAFની મદદ પણ લેવામાં આવશે તેમ  શિવાનંદ ઝાએ જણાવ્યું હતું..

    અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ કહ્યું હતું કે અમદાવાદમાં લોકડાઉનનો અમલ નહીં કરનારા સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે... ડ્રોન, સીસીટીવી ફૂટેજને આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાળકો અને વૃદ્ધોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે... અમદાવાદના નાગરિકોને પણ શાકભાજી ખરીદવાનું ધ્યાન રાખે...વેપારીઓ અને ખાસ કરીને શાકભાજી ના વેપારીઓ નિયમોનો ભંગ કરશે તો છુટછાટ પાછી ખેંચી લેવાની પણ વાત આશિષ ભાટિયાએ કરી હતી...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply