આજ મધરાતથી અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન; 15મી સુધી દૂધ અને દવા સિવાય બધું જ બંધ
Live TV
-
અમદાવાદમાં આજ રાતના 12 વાગ્યાથી 15 મે સુધી દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે...ફળ, શાકભાજી અને કરિયાણાની દુકાનો પણ બંધ રાખવામાં આવશે...વિજય નેહરાની જગ્યાએ AMC કમિશનરનો ચાર્જ સંભાળતા ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે...આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને કડક અમલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે...મુકેશ કુમારની અઘ્યક્ષતામાં તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર અને અધિકારીઓ સાથે મીટીંગ કરી અને કોરોનાને કાબૂમાં લેવા રણનીતી નક્કી કરી હતી.
મહત્વનું છે કોરોનાના સંક્રમિતોની વધતી સંખ્યાને લઈને સરકારે સિનિયર ઓફિસરોની ટીમ અમદાવાદમાં ઉતારી છે. ત્યારે આ ટીમે અમદાવાદની પરિસ્થિતિનો તાગ મેળવવા મીટિંગોનો દોર પણ શરૂ કરી દીધો હતો. આ અંગે રાજ્યના અધિક મુખ્ય સચિવ આઇએએસ અધિકારી રાજીવ ગુપ્તા અને અમદાવાદના ઇન્ચાર્જ કમિશનર મુકેશ કુમારે અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. જેમાં અમદાવાદની સ્થિતિ અંગે સમીક્ષા કરી જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં વૃદ્ધો અને કોટ વિસ્તારના હોટ સ્પોટ વિસ્તારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સાત ઝોનના ડેપ્યુટી કમિશનરોને પણ જુદી જુદી કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી છે.
