Skip to main content
Settings Settings for Dark

સુરત: વતન જવા માગતા રત્નકલાકારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, સરકારે ST બસો ફાળવી

Live TV

X
  • સુરતમાં ધંધા-રોજગાર માટે સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસી અને રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માંગતા લોકો માટે એસટી બસો ફાળવવામાં આવી છે. સુરતમાં ત્રણ અલગ-અલગ જગ્યાએથી ત્રીસ લોકોનું ગ્રુપ બુકીંગ કરવામાં આવશે. મુસાફરોના જણાવેલા સ્થળથી એસ.ટી.બસ તેમને લઈ જશે. સરકારની ગાઈડ લાઈન પ્રમાણે બસમાં માત્ર 30 મુસાફર જ બેસી શકશે અને તમામ મુસાફરોને ટિકિટ ભાડું આપવાનું રહેશે. મુસાફરોનું સુરતથી જ મેડિકલ સ્ક્રીનીંગ કરીને સેનેટાઈઝ કરેલી એસ.ટી.બસો દ્વારા તેમનાં ગંતવ્ય સ્થળે મોકલવામાં આવશે.

    સુરતથી સૌરાષ્ટ્ર તરફ જવા માંગતા સૌરાષ્ટ્રવાસીઓ અને રત્નકલાકારોને લઈને સુરત જિલ્લા કલેક્ટર અને લક્ઝરી બસ એસોસિએશનનાં સભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં કિલોમીટર દીઠ ભાડું અને પ્રવાસની પ્રક્રિયાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જે મુજબ લક્ઝરી બસના સંચાલકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા જે તે જિલ્લાના મામલતદારની પરવાનગી મેળવવાની રહેશે. પરવાનગી મળ્યા બાદ સુરત થી મુસાફરોની બસ રવાના કરવામાં આવશે. જિલ્લામાં બે ચેક પોસ્ટ પણ બનાવવામાં આવી છે જ્યાં મુસાફરોનું મેડિકલ સ્ક્રીનીંગ સહિત સામાજીક અંતરનું પણ ધ્યાન રાખવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply