Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી: 'હર ઘર તિરંગા' અને 'સ્વચ્છતા'ની થીમ પર યોજાશે કાર્યક્રમો

Live TV

X
  • અમદાવાદમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી: 'હર ઘર તિરંગા' અને 'સ્વચ્છતા'ની થીમ પર યોજાશે કાર્યક્રમો

    આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ અમદાવાદમાં પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. આ વર્ષે કેન્દ્ર સરકારના જળ, ગૃહ અને યુવા સાંસ્કૃતિક મંત્રાલયની સૂચના મુજબ 'હર ઘર તિરંગા' અને 'હર ઘર સ્વચ્છતા' - 'સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ'ની થીમ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આ થીમ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે.

    સ્વતંત્રતા પર્વની ઉજવણીનો કાર્યક્રમ

    જિલ્લા કલેક્ટરે સ્વતંત્રતા પર્વને લગતા તમામ કાર્યક્રમોની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 'હર ઘર તિરંગા' અભિયાન ત્રણ તબક્કામાં યોજાશે:

    પ્રથમ તબક્કો (8મી ઓગસ્ટ સુધી): આ તબક્કામાં તિરંગા રંગોળી સ્પર્ધા, તિરંગા રાખી સ્પર્ધા, પત્ર લેખન સ્પર્ધા, અને બાળકો માટે તિરંગા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

    બીજો તબક્કો (9મી થી 13મી ઓગસ્ટ): આ તબક્કામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તિરંગા યાત્રા, રેલી અને સ્વચ્છતા અભિયાન યોજાશે.

    ત્રીજો તબક્કો (13મી થી 15મી ઓગસ્ટ): આ તબક્કામાં શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ધ્વજવંદન અને 'સેલ્ફી વિથ તિરંગા' જેવા કાર્યક્રમો યોજાશે.

    સંસ્કૃત ગૌરવ યાત્રા અને તિરંગા યાત્રાનું સંયોજન

    આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે સહિત જિલ્લા વહીવટી તંત્રના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં 6ઠ્ઠી થી 8મી ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રાઓ પણ યોજાનાર છે, જેનો ઉદ્દેશ સંસ્કૃત ભાષાનું ગૌરવ, સંરક્ષણ અને પ્રચાર-પ્રસાર કરવાનો છે. અમદાવાદ શહેરમાં 6ઠ્ઠી ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યે પ્રભાત ચોકથી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળશે. આ યાત્રામાં દેશનું ગૌરવ વધારતી તિરંગા યાત્રાને પણ સામેલ કરવામાં આવશે. યાત્રા દરમિયાન 'તિરંગા' થીમ પર સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply