અમદાવાદમાં 1લી માર્ચના રોજ કરવામાં આવ્યું જનઔષધિ સંકલ્પ યાત્રાનું આયોજન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા નાગરિકોને 50% થી 90% સુધી દવાઓ સસ્તી મળી રહી છે. તારીખ 7મી માર્ચ ‘જનઔષધિ’ દિવસ તરીકે મનાવવામાં આવે છે, જે હેઠળ આ વર્ષે તારીખ 1 માર્ચ થી 7 માર્ચ સુધી ‘જનઔષધિ સપ્તાહ’ તરીકે દેશભરમાં ઉજવવાનું નક્કી કર્યું છે.
જનઔષધિ સપ્તાહના પ્રથમ દિવસ તારીખ 1 માર્ચ ૨૦૨૨, મંગળવારના રોજ ‘જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રા’નું આયોજન કરવામાં આવેલ છે, જે કાંકરિયા તળાવ, ગેટ નં-1 પાસેથી સવારે 9:00 વાગ્યે શરૂ થઈ 1 કી.મી. પદયાત્રા કરીને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર ખાતે આવી પહોંચશે. આ જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રાનો મુખ્ય હેતુ નાગરીકોમાં જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. જેનાથી વધુમાં વધું લોકો આ યોજનાનો લાભ લઇ સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મેળવે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર ખાતે ‘ટેલી-મેડીસીન’ સેવાનો લાભ પણ લઇ શકે છે.
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર દ્વારા જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રામાં સામેલ થવા અને જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવા સર્વે નાગરિકોને આમંત્રણ છે.
