Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા પણ સાવધાની અત્યંત જરુરી

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. જેને સારી બાબત ગણી શકાય. રાજ્યમાં કોરોનાના આજે નવા 162 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે. આજે 386 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં વિગતવાર વાત કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં આજે નવા 79 કેસ નોંધાયા છે. વડોદરામાં 35, રાજકોટમાં 7, સુરતમાં 9 અને ગાંધીનગરમાં 5 નવા કેસ નોંધાયા છે. જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં આજે એકપણ નવો કેસ નોંધાયો નથી.

    રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, આણંદમાં 3, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ખેડા, કચ્છ, તાપીમાં નવા 2-2 કેસ નોંધાયા છે. અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, મહીસાગર, મહેસાણા, નવસારી,પંચમહાલ, સાબરકાંઠા અને વલસાડમાં નવો 1-1 કેસ નોંધાયો છે. 
     
    રાજ્યમાં કુલ 2,049 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,09,534 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,928 દર્દીએ કોરોનાથી જીવ ગૂમાવ્યો છે. 

    અત્યાર સુધીમાં કુલ 10,29,52,792 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 655 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,956 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 2,332 નાગરિકોને રસીનો પ્રથમ અને 10,707 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15થી 18 વર્ષ સુધીના 686 કિશોરને રસીનો પ્રથમ અને 8,894 કિશોરને બીજો ડોઝ અપાયો છે. તો રાજ્યમાં આજે 2,884 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply