Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં પહેલી માર્ચે ‘જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રા’નું કરાયું આયોજન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા નાગરિકોને 50% થી 90% સુધી દવાઓ સસ્તી મળી રહી છે. 7  માર્ચ ‘જનઔષધિ’ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે હેઠળ આ વર્ષે 1 માર્ચથી 7 માર્ચ સુધી ‘જનઔષધિ સપ્તાહ’ તરીકે દેશભરમાં ઉજવવાનું નક્કી કર્યું છે.

    જનઔષધિ સપ્તાહના પ્રથમ દિવસ 1 માર્ચના રોજ ‘જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રા’નું આયોજન કરવામાં આવેલ છે, જે કાંકરિયા તળાવ, ગેટ નં-૧ પાસેથી સવારે ૯.૦૦ વાગ્યે શરૂ થઈ ૧ કી.મી. પદયાત્રા કરીને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર ખાતે આવી પહોંચશે. આ જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રાનો મુખ્ય હેતુ નાગરીકોમાં જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. જેનાથી વધુમાં વધું લોકો આ યોજનાનો લાભ લઇ સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મેળવે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર ખાતે ‘ટેલી-મેડીસીન’ સેવાનો લાભ પણ લઇ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply