Skip to main content
Settings Settings for Dark

યાત્રાધામ શામળાજીમાં વસંતોત્સવની કરાઈ ઉજવણી

Live TV

X
  • અરવલ્લીમાં આવેલા યાત્રાધામ શામળાજીમાં વસંતોત્સવની બે દિવસિય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાની ગિરામાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના આંગણે શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ થયો છે. અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોર તેમજ જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે શામળાજી મહોત્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શામળાજી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે દ્વારકાના કલાકારો દ્વારા ભગવાન કૃષ્ણના તમામ અવતારોની ઝાંખી કરાવવામાં આવી હતી. કોરોના મહામારી પછી ફરીથી આ મહોત્સવનો પ્રારંભ થતાં લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન શામળાજીના દર્શન કરવા માટે અનેક ભક્તો ઉમટ્યા હતાં. 

    આ પ્રસંગે વિવિધ કલાકારોએ કૃષ્ણ રાસોત્સવ અને ભગવાન શામળિયાની વિવિધ ઝાંખીઓ રજૂ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply