Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં 25 એપ્રિલથી 1 મે સવારના 8:30 વાગ્યા સુધી ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા યલો એલર્ટ અપાયુ

Live TV

X
  • ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા 25 એપ્રિલથી 1 મે સવારના 8:30 વાગ્યા સુધી એટલે કે આગામી સાત દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

    હવામાન વિભાગના અનુમાન અનુસાર, 25 એપ્રિલથી 1 મેની સવાર સુધી શહેરમાં મહત્તમ તાપમાન આશરે 42થી 43 ડિગ્રી વચ્ચે અને લઘુત્તમ તાપમાન 26થી 28 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ગરમી વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

    IMD દ્વારા અમદાવાદ શહેરમાં આગામી સાત દિવસ માટે 7 ઝોનના 24 વોર્ડમાં કરેલી તાપમાનની આગાહી તેમજ શહેરના જે તે વિસ્તારના મહત્તમ તાપમાનને આધારે આવનાર ત્રણ દિવસ માટેના હોટસ્પોટ વિસ્તારો જાહેર કરેલા છે.આ QR કોડના આધારે હોટસ્પોટની સાથે સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં બપોરના 1થી 5 વાગ્યા સુધી નોંધાનાર મહત્તમ તાપમાનની માહિતી મળશે.

    અમદાવાદ શહેરમાં આવનારા દિવસોમાં વધી રહેલાં તાપમાનના અનુસંધાને અ.મ્યુ.કો. દ્વારા શહેરીજનોને અતિશય ગરમીથી બચવા નીચે મુજબની કાળજી રાખવા માટે અપીલ કરવામાં આવે છે.

    **ગરમીથી બચવા આ બાબતોની કાળજી રાખવી**

    **બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
    ** પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ જેમ કે, પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.
    ** તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.
    ** તીખુ ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો.
    ** ચા,કોફી અને સોડા વાળા પીણા પીવાનું ટાળવુ.

    ** બહાર જતી વખતે છત્રી, ટોપી/સ્કાર્ફ નો ઉપયોગ કરવો.
    ** બપોરે 12 થી 4 કલાક દરમિયાન શક્ય હોય તો બહાર નીકળવાનું ટાળવું.
    ** લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડા પહેરવા.
    ** કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
    ** નાના બાળકો -વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

    **અતિશય ગરમીના લીધે લૂ લાગવાના લક્ષણો નીચે મુજબ છે.**

    ** ગરમીની અળાઈઓ.**
    ** ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.**
    ** માથાનો દુઃખાવો,ચક્કર આવવા.**
    ** ચામડી લાલ -સૂકી અને ગરમ થઈ જવી.**
    ** સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી.**
    ** ઉબકા અને ઉલ્ટી થવી. **

    જો ઉપરોકત લક્ષણો દેખાય તો તરત તબીબની સલાહ લેવી. ઈમરજન્સીમાં 108નો સંપર્ક સાધવો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply