Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: અમદાવાદ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ એન્ડ કોસ્મોલોજી થશે કાર્યરત

Live TV

X
  • અમદાવાદમાં આવેલી અમદાવાદ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ એન્ડ કોસ્મોલોજી કાર્યરત થશે. અમદાવાદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સ્પેસ એસ્ટ્રો ફિઝિક્સ અને કોસ્મોલોજીના ક્ષેત્રોમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ માટેની આ એક પહેલ છે. તેનો હેતુ આ ક્ષેત્રોમાં બનતી મહત્વની ઘટનાઓથી સામાન્ય નાગરિકોને માહિતગાર કરવાનો છે. 

    અમદાવાદ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પેસ એન્ડ કોસ્મોલોજી સેન્ટર સ્પેસ અને કોસ્મોલોજીમાં કારકીર્દી ઘડવા માટે યુવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. આ સેન્ટર સંબંધિત હિત ધરાવતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગથી કામ કરશે. આ સેન્ટર અન્ય રિસર્ચ, કલ્ટરર્સ સાથે મળીને કાર્ય કરશે.તેમાં ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સંશોધન હાથ ધરશે તથા આંતરરાષ્ટ્રીય ફલક પર નવું યોગદાન આપશે. આ સેન્ટર દ્વારા વિવિધ વર્કશોપ અને કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply