અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોરને રૂ. 26 હજાર કરોડના ખર્ચે વિકસિત કરાશે
Live TV
-
માર્ગવાહન વ્યવહાર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે અમૃતસર- જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર 26 હજાર કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.
આ કોરિડોર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર પૈકીનો એક છે. નીતિન ગડકરીએ કહ્યું કે, સંપૂર્ણ કોરિડોર આવતા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
માર્ગવાહન વ્યવહાર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી કે બિકાનેરથી જોધપુર 277 કિલોમીટરના સેક્શનને આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરીને ખોલવામાં આવશે. નીતિન ગડકરીએ કહ્યું કે, આ કોરીડોરમાં અમૃતસર, ભટિંડા, સાંગરિયા, બિકાનેર, સાંચોર, સામખિયાળી અને જામનગરને જોડશે.
