Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ-આજે વિશ્વ ઉમિયા ધામ પરિસરનું ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી

Live TV

X
  • નબળા વર્ગના વિદ્યાર્થીઓના છાત્રાલયનો પણ શિલાન્યાસ કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતનાં બે દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી અનેક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. પ્રથમ કડીમાં રૂપિયા એક હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા 'વિશ્વ ઉમિયા ધામ' મંદિરના પરિસર ખાતે ખાતમુર્હત કરશે. ઉપરાંત મંદિર પરિસરમાં સમાજના જરૂરિયાતમંદો માટે વેપાર, શિક્ષણ, સ્વાસ્થ્ય વિષયો અંગે માહિતી આપતા કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મંગળવારના રોજ , ગાંધીનગર નજીક આવેલા અડાલજ ખાતે ,, માં અન્નપૂર્ણા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે. પછી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે નિર્માણ પામનાર છાત્રાલયનો શિલાન્યાસ પણ કરશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply