પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે
Live TV
-
વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત , તેમજ લોકાર્પણ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર્ મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી જુદી જુદી વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત , તેમજ લોકાર્પણ કરશે.જામનગરમાં પ્રધાનમંત્રી જોડિયા ખાતેના દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટેના , ડિસેલિનેશન પ્રોજેકટનું ખાતમુર્હત કરશે. આ પ્રોજેક્ટથી કચ્છ અને સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને , કેટલાક અંશે નિવારી શકાશે. પ્રધાનમંત્રી જામનગરમાં નવીનીકરણ પામેલા ગુરૂ ગોવિંદ સિંહ હોસ્પિટલનું લોકાર્પણ પણ કરશે. પ્રધાનમંત્રી અમદાવાદમાં મેટ્રો રેલવે પ્રોજેક્ટના, પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે. વસ્ત્રાલમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજનાનો પ્રારંભ પણ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં નવીનીકરણ પામેલા સિવિલ હોસ્પિટલનું પણ , લોકાર્પણ કરશે. અમદાવાદની આ સિવિલ હોસ્પિટલ , પ્રથમ હોસ્પિટલ બનશે જેની બેડ ક્ષમતા, 1200 ની હશે. તેમાં મહિલાઓ માટે 600 બેડ , અને બાળકો માટે 250 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે.પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી ઉમિયા ધામ મંદિરનું ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત અડાલજમાં , અન્નપૂર્ણા ધામનું ઉદઘાટન પણ કરશે
