Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ એરપોર્ટ પરથી DRIએ સોનાની તસ્કરીના કૌભાંડનો પર્દાફાસ કર્યો

Live TV

X
  • અમદાવાદ એરપોર્ટ પરથી DRI દ્વારા સોનાની તસ્કરી કરવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સોનાની તસ્કરીના એક કેસની તપાસ દરમિયાન અમદાવાદના એસવીપી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આવેલા એક વિમાનમાં છુપાવેલું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. DRIએ 14 નવેમ્બર 2025ના રોજ જેદ્દાહથી આવતી ફ્લાઇટમાંથી એક પેસેન્જર પાસેથી રૂપિયા 1.62 કરોડની કિંમતનું 1246.48 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું હતું.

    અમદાવાદ એરપોર્ટ પરથી DRI દ્વારા સોનાની તસ્કરી કરવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સોનાની તસ્કરીના એક કેસની તપાસ દરમિયાન અમદાવાદના એસવીપી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આવેલા એક વિમાનમાં છુપાવેલું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. DRIએ 14 નવેમ્બર 2025ના રોજ જેદ્દાહથી આવતી ફ્લાઇટમાંથી એક પેસેન્જર પાસેથી ₹1.62 કરોડની કિંમતનું 1246.48 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું હતું. સફેદ ટેપમાં વીંટાળેલા ચાર કેપ્સ્યુલમાં સોનું એક યાત્રીની સીટ નીચે લાઇફ જેકેટ પાઉચની અંદર ચાલાકીપૂર્વક છુપાવેલું મળી આવ્યું હતું.

    તસ્કરી નેટવર્કના મુખ્ય સંચાલકોની ઓળખ

    તપાસ દરમિયાન સામે આવ્યું કે એક વ્યક્તિની મુખ્ય સંકલનકર્તા (Co-ordinator) તરીકે ઓળખ કરવામાં આવી, જે સામાન વહન કરનારાઓની ભરતી અને સંચાલન કરાવવા માટે જવાબદાર હતો. તે વ્યક્તિ અમદાવાદમાં એક કેફે પણ ચલાવે છે અને પીએચડી ધારક હોવાનો દાવો કરે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, તપાસમાં જાણવા મળ્યું કે એક પ્રતિષ્ઠિત એરલાઇન્સના બે કર્મચારીઓ પણ આ તસ્કરીના પ્રયાસને સરળ બનાવવામાં સામેલ હતા. જેમાં એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવ (સુરક્ષા) અને એક સહાયક મેનેજર (સુરક્ષા) નો સમાવેશ થાય છે.

    2 મહિનામાં 16 કરોડના સોનાની તસ્કરી

    તપાસ પરથી જાણવા મળ્યું કે આ સિન્ડિકેટે છેલ્લા 2 મહિનામાં 10થી વધુ વખત આશરે ₹16 કરોડના સોનાના આવા જ કન્સાઇનમેન્ટની તસ્કરી કરી હશે. ડિજિટલ પુરાવાઓ અને પ્રમાણિત નિવેદનોથી આ વાતની પુષ્ટિ થાય છે કે આ લોકો સંગઠિત તસ્કરી સિન્ડિકેટના મુખ્ય ઓપરેટર હતા, અને વિદેશમાં રહેલા અન્ય ગુનેગારો સાથે મળીને કામ કરી રહ્યા હતા. સિન્ડિકેટમાં સામેલ તમામ ચાર લોકોની કસ્ટમ્સ એક્ટ 1962ના નિયમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply