Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો આબાદ બચાવ

Live TV

X
  • બેંગકોક જતી ફલાઇટ એરપોર્ટ પર જતી વખતે ટાયર ફાટતા સર્જાયો અક્સ્માત.

    અમદાવાદના એરપોર્ટના ટર્મિનલ ટી-2થી સાંજે 7.23 વાગે 188 પેસેન્જરો સાથે સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 085 બેંગકોક જવા રવાના થઈ હતી. એરપોર્ટ પાર્કિંગમાંથી વિમાન રવાના થયા બાદ લગભગ 100 મીટર ગયું હશે, ત્યારે એરપોર્ટ ફાયર સ્ટેશન સામે તેનું જમણી બાજુનું પાછળનું ટાયર ધડાકા સાથે ફાટતા તેમાંથી ધુમાડા નિકળવા માંડ્યા હતા. પાયલોટે આપેલી માહિતી બાદ તત્કાલ આવી પહોંચેલા બે ફાયરબ્રિગેડે ટાયર પર પાણીના મારો ચલાવી આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.

    આ ઘટના બાદ રનવે બંધ કરી દેવાતા અમદાવાદ આવતી 10થી વધુ ફ્લાઈટ વડોદરા, સુરત, જયપુર અને મુંબઈ ડાવયર્ટ કરવામાં આવી હતી. જ્યારે રનવે પરથી વિમાન ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટરે આપેલી માહિતી મુજબ અમદાવાદથી બેંગકોક જતી ફ્લાઈટમાંનું ટાયર રનવેના વચ્ચોવચ ફાટતા બંધ કરી દેવાની ફરજ પડી છે. જ્યારે આ ફ્લાઈટના તમામ પેસેન્જરોને બસ દ્વારા એરાઈવલ એરિયામાં પરત લાવવામાં આવ્યા હતા.

    બીજી બાજુ સાંજે 7.30 વાગ્યા બાદ અમદાવાદ આવતી અને જતી લગભગ 40 જેટલી ફ્લાઈટોનો શિડ્યુલ ખોરવાઈ ગયો હતો. જેમાં અમદાવાદ એરપોર્ટ પર આવતી 10 જેટલી ફ્લાઈટો વડોદરા, સુરત, જયપુર અને મુંબઈ ખાતે ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. જ્યારે રનવે પર ઉભી તમામ ફ્લાઈટોને અટકાવી દેવાઈ હતી. મોટી સંખ્યામાં વિમાન પકડવા આવેલા પેસેન્જરો ટર્મિનલ એરિયામાં અટવાઈ ગયા હતા. જેના પગલે અનેક એરલાઈન્સના અધિકારી સાથે પેસેન્જરોની રકઝક પણ થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply