જૂની ચલણી નોટો બદલી આપવાનું કૌભાંડ ઝડપી 4 શખ્સની ધરપકડ
Live TV
-
કેન્દ્ર સરકારે રદ્દ કરેલી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટોને બદલવાના કૌભાંડનો વડોદરામાં પર્દાફાશ થયો છે. જૂની ચલણી નોટો લઇ નવી નોટ આપતા 4 શખ્સને પોલિસે ઝડપી પાડ્યા છે અને મુખ્ય સુત્રધારને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
વડોદરા પી.સી.બી.એ માંજલપુર ગામમાં ગેરેજ ચલાવતા કિરીટ ગાંધી ઉપર વોચ ગોઠવી જૂની રદ કરાયેલી 500 અને 1000 ની રદ નોટો બદલી આપવાનું કૌભાંડ પકડી પાડ્યું છે. બાતમીના આધારે વોચ ગોઠવી નકલી ગ્રાહક મોકલી જૂની નોટોને બદલી આપવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. નકલી ગ્રાહકે કીરીટ ગાંધી સાથે વાત કરી હતી. કીરીટ ભાઈએ ગ્રાહકના ખાતરી કરી તેના બે સાથીદારોને બોલાવ્યા હતા. તેમના પાસેથી રૂપિયા 99,97,000ની જૂની ચલણી નોટો મળી આવી હતી. આ બધાને પકડી લઈ ધ સ્પેસિફાઈડ બેન્ક નોટ્સ એક્ટ 2017 મુજબ ગુનો રજીસ્ટર કરી મુખ્ય સોદાગરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
