Skip to main content
Settings Settings for Dark

જન ધન યોજના થકી 31 કરોડ લોકો બેન્ક સાથે જોડાયા : સ્મૃતિ ઇરાની

Live TV

X
  • કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષ પૂરાં થતાં આ સમય દરમિયાન કાપડ મંત્રાલયે કરેલાં કામો અને સિદ્ધિઓ અંગે સુરતમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વિગત આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રની સરકારના આ 40 મહિનાના કાર્યકાળ દરમિયાન જન ધન નામની બહુ મહત્ત્વની યોજના શરૂ કરવામાં આવી, જેમાં 31 કરોડથી વધુ લોકોને બેન્ક સાથે જોડવામાં સફળતા મળી.

    વિશ્વ બેન્કના અહેવાલ મુજબ 2014થી 2017 દરમિયાન વિશ્વભરમાં જેટલાં નવાં બેન્ક ખાતા ખૂલ્યાં તેના 55 ટકા જેટલાં ભારતના હતા. સરકારે 431 જેટલી યોજનાઓના આર્થિક લાભ ડાયરેક્ટર બેનીફીટ ટ્રાન્સફર મારફતે લાભાર્થીઓના ખાતામાં જમા કર્યા છે. આ રકમ રૂપિયા 3 લાખ 65 હજાર કરોડથી પણ વધુની છે. આ ઉપરાંત મહિને માત્ર એક રૂપિયો અને વર્ષના 12 રૂપિયાના પ્રીમીયમથી સામાન્ય માણસને વિમો મળી રહે તે માટે સરકારે મહત્વાકાંક્ષી સુરક્ષા વિમા યોજના શરૂ કરી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply