1993 મુંબઈ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ટ ગુજરાત ATSના સકંજામાં
Live TV
-
ગુજરાત ATSએ દક્ષિણ ગુજરાતના દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરી મોસ્ટ વોન્ટેડ આતંકી અહમદ લંબુને ઝડપી પાડ્યો છે. વલસાડ અને નવસારીના દરિયામાં A.T.Sએ આતંકી પ્રવૃત્તિને ડામવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટી સફળતા મળી હતી.
આતંકી અહમદ લંબુ 1993 મુંબઈ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ છે. આતંકી અહમદ લંબુ કેટલાય સમયથી તપાસ એજન્સીઓની પકડથી દૂર હતો અને તેના પર રૂપિયા 5 લાખનું ઈનામ હતું. C.B.I. અને ઈન્ટરપોલે લુક આઉટ નોટિસ જાહેર કરી હતી. આતંકી અહેમદ સામે હથિયારની તસ્કરીના ગંભીર આક્ષેપો લાગેલા છે. આ સાથે જ બ્લાસ્ટ અગાઉ તે ટ્રેનિંગ માટે પાકિસ્તાન પણ ગયો હતો. હવે ATS આતંકી અહેમદ લંબુને CBIને સોંપશે.
