રામકૃષ્ણ મિશનના પેટા મઠની સ્થાપના કરતા CM વિજય રૂપાણી
Live TV
-
આ પ્રસંગે ઉપસ્થિત નીતીનભાઇ પટેલે જણાવ્યું કે, માનવ સેવા જેનો ધર્મ છે તેવા વિવેકાનંદ મઠની સ્થાપના અમદાવાદમાં થઇ એનો આનંદ છે. ભવિષ્યમાં આ મઠ તમામ સગવડો સાથે પૂર્ણ કદનું કેન્દ્ર બને તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો પેઢી દર પેઢી જળવાઇ રહે અને ભારતીય ધર્મની ધજા સતત ઉંચી રહે, તે માટે રામકૃષ્ણ મિશન સતત કાર્યરત છે. અમદાવાદમાં રામકૃષ્ણ મિશનના પેટા મઠની સ્થાપના કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, દરીદ્ર નારાયણની સેવા સાથે સમાજ અને દેશના કલ્યાણની ભાવના સ્વામી વિવેકાનંદના જીવનમાં આત્મસાત થયેલી જોવા મળે છે. આવી સેવા ભાવના ગુજરાતમાં ચરીતાર્થ થાય તે માટે રાજ્ય સરકારના તમામ સહકારની તેમણે ખાતરી આપી હતી.
