અમદાવાદ ગ્રામ્યના બોપલ,જેતલપુર,વાંચ, કઠવાડા સહિતના ગામો કન્ટેઈનમેન્ટ અને બફર ઝોનમાં
Live TV
-
ઓડ, ધોળકા, હુડકો, ગતરાડ, કેરાલા, ચાંગોદર અને મકરોલનો બફર અને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ
અમદાવાદ કલેકટર કે.કે નિરાલાએ અમદાવાદ જિલ્લાને રેડ ઝોન જાહેર કરી કેટલાક ગામો અને વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કર્યા છે. જેના કારણે બોપલ વિસ્તાર અને કેટલાક ગામોને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં મૂકી દીધા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બોપલ, બારેજા, જેતલપુર, ઓડ, વાંચ, કઠવાડા,ઓડ, ધોળકા, હુડકો, ગતરાડ, કેરાલા, ચાંગોદર અને મકરોલ ગામનો બફર અને કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કર્યો છે. અમદાવાદ જિલ્લાના 2511 ઘર અને 9284 જેટલા લોકો કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે, જ્યારે 3,266 ઘર અને 11,883 જેટલા લોકો બફર ઝોનમાં છે.
બોપલના આ વિસ્તારો છે કન્ટેઈનમેન્ટ અને બફર ઝોનમાં
બોપલના પરમધામ ફ્લેટ અને ઇસ્કોન પ્લેટીનિમને કન્ટેઈનમેન્ટ ઝોન જ્યારે કદંબ ફ્લેટ, પ્રશાંત ફ્લેટ, સાગરિકા એપાર્ટમેન્ટ, ભગવતી કૃપા, મદન મોહન બંગલોઝ, આનંદ બંગલોઝ, શિવકૃપા, કમલેશ્વર , યશ રો હાઉસ, શગુન મોરલને બફર ઝોન જાહેર કર્યાં છે.બોપલની પરમધામ સોસાયટીમાં વધુ બે પોઝિટિવ કેસ આવ્યા..ઉપરાંત સાણંદના મકરોલ ગામમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 46 થઈ છે. જેમાં 16 લોકોને રજા આપવામાં આવી છે.બોપલ-ઘુમા વિસ્તારમાં કોરોનાના કુલ 13 કેસ
પ્રશસ્તિ હોમ્સ - 2 કેસ
કદમ્બ ફ્લેટ - 5 કેસ
ઈસ્કોન પ્લેટિનિયમ - 1 કેસ
પરબધામ સોસા. - 2 કેસ
સંગીતા હોસ્પિટલ - 1 કેસ
મોરલ એપાર્ટમેન્ટ - 1 કેસ
પ્રતિક્ષા એપાર્ટમેન્ટ - 1 કેસ
જ્યારે જેતલપુરના પ્રજાપતિ વાસ,દરબાર વાસને,બારેજાની હરીદર્શન સોસાયટી, ઓડની મેલડીમાં ઓરડી, ભોઈ વાસ, વાંચના ઓડ વાસ, કઠવાડાના ઔડાના મકાન Q બ્લોક હુડકો- A B C બ્લોક, ગતરાડના ગોહેલ વાસ, પ્રજાપતિ વાસ, ધોળકાના મ્યુ ગોલવાડ, કેરાલાના B R સ્ટીલ પ્રા. લિ અને GIDC, ચાંગોદરના રાધે એસ્ટેટ તેમજ મણકોલના મતાદાર વાસને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
