સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી અવરજવર પર રોક - શિવાનંદ ઝા, DGP
Live TV
-
અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા હવે લોકડાઉનનું વધુ કડક પાલન કરવવા માટે બંદોબસ્ત ગોઠવાયો છે.
શિવાનંદ ઝાએ કહ્યું કે અમદાવાદ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ વિસ્તાર બનાવાયા છે. તેથી અન્ય રેડ ઝોનમાં પણ બંદોબસ્ત વધારાયો છે. સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી અવરજવર પર રોક લગાવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજકોટ, બોટાદ હાલ ઓરેન્જ ઝોનમાં છે પરંતુ તેમ છતાં અગાઉની સ્થિતિને જોતા હાલ પણ કોઈ નવી છુટછાટ આપવામાં આવી નથી. તેથી કોઈ નવી ઓફિસ કે દુકાન ખુલશે નહીં.શિવાનંદ ઝાએ કહ્યું કે અત્યાર સુધી 1.64 લાખ વાહનો મુક્ત કરાયા છે. CCTVના આધારે 33 ગુના દાખલ થયા છે જ્યારે 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં અફવા અને ખોટી માહિતી ફેલાવતા એવા કુલ 23 એકાઉન્ટ બંધ કરાયા છે.
