અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: ચૂંટણી નિરીક્ષક અવંતિકા સિંઘે શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી
Live TV
-
અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આજે શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ જોવા મળ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી નિરીક્ષક અવંતિકા સિંઘ ઔલખ (IAS)એ આજે મતદાનના દિવસે શહેરના સંવેદનશીલ અને મહત્વના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ
ચૂંટણી નિરીક્ષકે સવારથી જ શહેરના પશ્ચિમ વિસ્તારના મુખ્ય મતદાન કેન્દ્રો પર જઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જેમાં મુખ્યત્વે નીચે મુજબના સ્થળોનો સમાવેશ થાય છે:એસ.પી. સ્ટેડિયમ: વિદ્યાનગર હાઇસ્કૂલના મતદાન મથકો.
ઉસ્માનપુરા: વિસ્તારના વિવિધ બુથ પર મુલાકાત.
નારણપુરા: સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના બુથ.
નવરંગપુરા: એ.જી. ટીચર્સ હાઇસ્કૂલ અને સી.એન. વિદ્યાલયના વિવિધ બુથ.સુવિધાઓ અને સુરક્ષાની સમીક્ષા
આ મુલાકાત દરમિયાન અવંતિકા સિંઘે મતદારો માટે રાખવામાં આવેલી પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા અને વરિષ્ઠ નાગરિકો માટેની સુગમતાની ચકાસણી કરી હતી. આ ઉપરાંત, મતદાન મથક પર તૈનાત પોલીસ કાફલા અને સુરક્ષા વ્યવસ્થાની પણ તેમણે ઝીણવટભરી માહિતી મેળવી હતી.તંત્રની કામગીરીથી સંતોષ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તકેદારી અને સુચારુ આયોજન બદલ તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તમામ સ્તરે પૂરતી કાળજી લેવામાં આવી છે.
