અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં 3જી મે સુધી નહીં ખૂલે દુકાનોઃ સરકાર
Live TV
-
ગૃહ મંત્રાલયની જાહેરાત બાદ દેશમાં રહેણાંક દુકાનો ખૂલી રહી છે, તો બીજી તરફ ગુજરાતના ચાર મહાનગરોમાં સ્થિતિ ગંભીર હોવાથી આ નિર્ણય હાલ 3જી મે સુધી મૂલતવી રાખવામાં આવ્યો છે.
રાજ્યમાં જીવન જરૂરિયાત સિવાયની ચીજવસ્તુઓ ઉપરાંતની દુકાનો શરૂ કરવાના નિર્ણયમાં રાજ્ય સરકારે મહત્વનો ફેરફાર કર્યો છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર્સની સાથે સ્થાનિક વેપારી એસોશીયએશનના અગ્રણીઓએ મીટીંગ યોજી હતી. જેમાં હાલની સ્થિતિને જોતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો શરૂ કરવી યોગ્ય ન હોવાનુ વેપારીઓએ જણાવ્યું હતુ અને તેમણે લોકડાઉન ન ખુલે ત્યાં સુધી દુકાનો ન ખોલવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી.
જેના આધારે મુખ્યમત્રીએ અમદાવાદ, સુરત, રાજકોટ અન વડોદરામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો ૩ જી મે સુધી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તો ચાર મહાનગરો સિવાય રાજ્યના અન્ય શહેરોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની જે અન્ય દુકાનો પણ ચાલુ રહેશે.
તેમણે ઉમેર્યુ હતુ કે જાહેર અને સરકારી બાંધકામ, રોડ રસ્તા બનાવવાની કામગીરી શરૂ ચાલુ થઇ છે. જેમાં અત્યાર સુધી ૫૯૮ કામો ચાલુ થયા છે અને ૨૦ હજાર ૬૦૦ શ્રમિકો કામ કરી રહ્યા છે. તો રાજ્યમાં ખાનગી બાંધકામો માટે ૧૦૮ પરમીશન આપવામાં આવી છે. જેમાં ૭૫૦૦ શ્રમીકો કામ કરી રહ્યા છે.
