બાંધકામ યુનિટ શરૂ થતા સુરત જિલ્લાના કિમને રેલવે ઑવરબ્રીજનું કામ ફરીથી શરૂ
Live TV
-
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત સરકારે શહેર બહારના કારખાનેદારો કે અન્ય બાંધકામ કરતા યુનિટોને શરતી મુક્તિ આપી શરુ કરવામાં આયા છે અને કામો શરૂ થવા લાગ્યા છે જેમાં સુરત જિલ્લાના કિમના રેલવે ફાટક ઉપર બંધ પડેલું ઓવર બ્રિજ નિર્માણ કાર્ય ફરી શરૂ થતા પરપ્રાંતના કારીગરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
કોરોના વાયરસના સંક્રમણને નાથવા માટે સરકારે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કર્યું હતું જેને પગલે તમામ નાના મોટા ધંધા રોજગારો પણ ઠપ્પ થઇ ગયા હતા જેને પગલે પરપ્રાંત માંથી રોજી રોટી કમાવવા આવેલા કારીગરો તેમજ મજુર વર્ગ હતાશા આવી ગયો હતો ત્યારે સરકારે કેટલીક શરતોને આધીન કન્સ્ટ્રક્શન તેમજ કારખાનાઓને ચાલુ કરવાનો નિર્ણય લેતા પરપ્રાંતીય અને મજૂર વર્ગ ખુશ થયો હતો. જો કે સરકારે લોકડાઉન દરમ્યાનમાં કોન્ટ્રાકટરો તેમજ કારખાનેદારોને પોતાના કરીગરો તેમજ મજૂરોને પગાર ચાલુ રાખવા સાથે અનાજ પાણીની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
