અમદાવાદ-વડોદરા હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે ટક્કર, 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત
Live TV
-
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આણંદ નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે રડાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય આઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને આણંદની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તે લક્ઝરી બસમાં પંચર પડતાં સવારે સાડા ચાર વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.
અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી બસને પાછળથી ટક્કર મારવાને કારણે અકસ્માત થયો હતો. પાછળથી આવી રહેલા એક ટ્રકે બસને ટક્કર મારતાં બની ઘટના,, બાતમી મળતાં આણંદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ સહિત હાઇવે પેટ્રોલિંગ ટીમ
ઈમરજન્સી સેવાઓએ તરત જ જવાબ આપ્યો.મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પોલીસ મોડી પહોંચી ટીમે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યાં ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
