CM ભૂપેન્દ્ર પટેલનો આજે 63મો જન્મદિવસ, અડાલજના ત્રિમંદિરમાં કર્યા દર્શન
Live TV
-
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે 63મો જન્મ દિવસ છે. CM ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિર માં દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો. મહત્વનું છે કે, આજે મુખ્યમંત્રી દિવસભર વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગ લેશે.CM ભૂપેન્દ્ર પટેલ દિવસ દરમિયાન વૃક્ષારોપણ, નોટબુક વિતરણ સહિતના કાર્યકમોમાં ભાગ લેશે. આ સાથે સાંજે સોલા ભાગવત મંદિર ખાતે મહાઆરતી કરશે.
ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફર
1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યાં
2008થી 2010 દરમિયાન કોર્પોરેશનનના સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન રહ્યાં
વર્ષ 2010થી 2015 સુધી થલતેજ વોર્ડના કાઉન્સીલર રહ્યાં
વર્ષ 2015થી 2017 સુધી ઔડાના ચેરમેન પદે રહ્યાં
AMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સારી રીતે કામગીરી બજાવી
2017માં ભૂપેન્દ્રભાઈએ ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું
પોતાના મતવિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી તેઓ ઓળખાય છે
પહેલી ચૂંટણીમાં 1,17,000 મતોની વિક્રમજનક સરસાઈથી જીત મેળવી
ભૂપેન્દ્ર પટેલ બન્યા મુખ્યમંત્રી
11મી સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને 12 મી સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભાના નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સફર શરૂ કરી. કાર્યદક્ષતાને પગલે એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો લઇ પ્રજાજનોમાં પ્રિય બનવા લાગ્યા છે.
