Skip to main content
Settings Settings for Dark

ગુજરાત અને દેશમાં ક્યાં છે કેટલો વરસાદ, કયા વિસ્તારમાં છે આગાહી

Live TV

X
  • દેશમાં લગભગ દરેક સ્થળ પર વર્ષાઋતુ સક્રિય છે. ભારે વરસાદના કારણે કેટલાક રાજ્યોમાં પુરની સ્થિતિ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દેશના 23 રાજ્યોમાં વરસાદની આગાહી છે.. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    છત્તીસગઢ, ઓડીશા, નાગાલેન્ડ, ગુજરાત, અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તરપ્રદેશ, વિદર્ભ, અંદમાન-નિકોબાર, ઉપ હિમાલીય પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, તેલંગાણા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વર્સાયા છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભરૂચના નેત્રંગમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 29.48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 

    રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઓફશોર ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ 
    અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે..

    નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકતાં અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નાંદોદ, ગરુડેશ્વર, તિલકવાડા અને ડેડિયાપાડા તાલુકાના અનેક ગામમાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું. ડેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી મોહન નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે મોટો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો.અનેક ખેતરોમાં ફરી વળ્યા પાણી,,, નાંદોદના લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાયા છે. ગામમાં આવવા જવાનો રસ્તો પણ બંધ થયો છે. ભારે વરસાદને પગલે ગાડીઓ પણ પાણીમાં ડૂબે તેવા દ્રશ્યો સર્જાયા છે. ગામમાં દર વર્ષની આ સમસ્યા છે ત્યારે તંત્ર ત્વરિત પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply