અમદાવાદ : વિ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા “ઉર્જા એવોર્ડ્સ” નું આયોજન કરવામાં આવ્યુ
Live TV
-
અમદાવાદમાં ‘વિ હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા નારીશક્તિની ઓળખ અને નારી મહિમાનોનો પરિચય કરાવવાના હેતુથી “ઉર્જા એવોર્ડ્સ” નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રેહાબિલિટેશન કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના ઝોનલ કો-ઓર્ડિનેટર ડૉ. શ્રદ્ધા રાય; ફિલ્મ અને ટીવીના જાણીતા કલાકાર અન્નપૂર્ણા શુક્લ, જયશ્રી પરીખ અને પિન્કી પરીખ ઉપસ્થિત રહ્યાં હતા. મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે આયોજિત આ કાર્યક્રમમાં 10 મહિલાઓને 'ઉર્જા એવોર્ડ્સ 2021'થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
