અમરેલીઃ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
અમરેલીમાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને સ્વરક્ષણ માટે જુડો કરાટે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં પણ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 300 છોકરીઓ 15 કલાકની ટ્રેનિંગ લઇ પોતાનું રક્ષણ કરવા સક્ષમ બની છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ મહિલાઓ પોતાનુ રક્ષણ જાતે કરી શકે અને કોઈપણ પરિસ્થિતિમા જુડો કરાટે કરી અને સામી વ્યક્તિને પરાસ્ત કરી શકે તે છે.
