Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ શહેર પોલીસે મેગા એકશન પ્લાન અમલમાં મુક્યો

Live TV

X
  • મેગા એકશન પ્લાનમાં પોલીસ સ્ટાફ ઉપરાંત નિવૃત પોલીસ અધિકારીઓ,એક્સ આર્મી મેનને ભરતી કરીને, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળવા માટે મદદ લેવામાં આવશે.

    અમદાવાદ શહેર પોલીસે, મેગા એકશન પ્લાન અમલમાં મુક્યો છે. જેમાં શહેરમાં પોલીસ સ્ટાફ ઉપરાંત નિવૃત પોલીસ અધિકારીઓ, એક્સ આર્મી મેનને ભરતી કરીને, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળવા માટે મદદ લેવામાં આવશે. અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યુ હતું. અત્યાર સુધીમાં ૧,૦૩૫ ગુના નોંધવામાં આવ્યા છે. તો જાહેરનામાના ભંગ બદલ ત્રણ હજાર લોકો સામે કાર્યવાહી કરવામા આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડ્રોનની મદદથી પોલીસને મહત્વની સફળતા મળી છે. ડ્રોનની સીધી લાઇવ ફીડ પોલીસ કમિશનર કચેરીમાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો ટ્રાફિકની સ્થિતિ જાણવામાં ગુગલ મેપની પણ મદદ લેવામાં આવી રહી છે. શહેરમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાની મદદથી પણ સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. તો ૧૦૦ નંબર જાહેરનામા ભંગની ૩૫૦થી વધારે ફરિયાદો પણ મળી છે. ખાસ કરીને હોમ કોરોન્ટાઇન વ્યક્તિ કે પરિવાર ઘરની બહારન નીકળે તે માટે પોલીસની વિશેષ ટીમ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply