Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો સાથે કર્યો સીધો સંવાદ

Live TV

X
  • મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાનેથી કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સરપંચો સાથે સીધી વાત કરી હતી.

    રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે ૧૦ જેટલા ગામોના સરપંચ સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાનેથી કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સરપંચો સાથે સીધી વાત કરી હતી. જેમાં રાજ્યના 10 જિલ્લાઓના અંતરિયાળ વિસ્તાર - નાંદેજ, કુનરિયા, વડગામ, ખોરસા, ગઢકા, ચંદાવાડા, પરિયા, ચિખલવાવ, સિમલી , અને ટીમના ગામના સરપંચોને તેમના ગામમાં લોકડાઉનની હાલની સ્થિતિમાં રાશનની દુકાનો પર અનાજનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં છે કે નહી, આરોગ્ય સેવાઓ યોગ્ય મળે છે કે કેમ, ગામમાં સફાઈની વ્યવસ્થા, તેમજ દૂધ, શાકભાજી, કરિયાણું જેવી આવશ્યક ચીજ વસ્તુઓ, નિયમિત મળે છે કે કેમ, તે અંગે ઊંડાણ પૂર્વક વાતચીત કરી, ફીડબેક મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ આ સરપંચોને તેમના ગામોમાં કોરોના વાયરસ સામે જન જાગૃતિ લોકો દાખવે, સોશીયલ ડિસ્ટન્સ જાળવે, ગામમાં ભેગાના થાય અને ઘરમાં જ રહીને આ વાયરસના સંક્રમણથી બચે તેની કાળજી લેવા પણ તાકીદ પણ કરી હતી."

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply