અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે નવી વ્યવસ્થા
Live TV
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઝડપી અને સુગમ સારવાર મળી રહે તે માટે કતાર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણની નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રાકેશ જોષીના જણાવ્યા મુજબ, સમગ્ર ‘પેશન્ટ ફ્લો’ને સુવ્યવસ્થિત કરી દર્દીઓનો રાહ જોવાનો સમય ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.OPDની કેસ બારીઓ 9થી વધારીને 12 કરવામાં આવી છે. વિવિધ મુખ્ય OPDમાં ટોકન સિસ્ટમ અને બેઠક વ્યવસ્થા શરૂ કરાઈ છે. બિલિંગ કાઉન્ટર 1થી વધારીને 2 કરાયા છે. સાંજની ફોલો-અપ OPD શરૂ કરવાની સાથે આગામી સમયમાં દર્દીઓને વોટ્સએપ પર રિપોર્ટ મોકલવાની ડિજિટલ સુવિધા પણ શરૂ કરવામાં આવશે.
રેડિયોલોજી અને લેબોરેટરીમાં પણ કાઉન્ટરો વધારવામાં આવ્યા છે. જૂની OPDમાં સેમ્પલ કલેક્શન કાઉન્ટર 4થી વધારીને 6 અને 1200 બેડ હોસ્પિટલમાં 2થી વધારીને 4 કરાયા છે. સામાન્ય તકલીફો માટે રૂમ નં. 75માં ફેમિલી મેડિસિન OPD શરૂ કરાઈ છે. આ વ્યવસ્થાથી દર્દીઓને ઓછી રાહ જોવી પડે અને સેવાઓ વધુ ઝડપી મળે તેવો હેતુ છે.
