“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ સાથે નર્મદામાં પોષણ માહનો પ્રારંભ
Live TV
-
“આપણી આંગણવાડી, આપણી જવાબદારી” થીમ સાથે નર્મદા જિલ્લામાં 9મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણીનો પ્રારંભ થયો છે.
રાજપીપળાના નવા ફળિયા ખાતે આવેલા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ પોષણ માહની શપથ લઈ સ્વસ્થ અને સુપોષિત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજ્યવ્યાપી લોન્ચિંગ કાર્યક્રમનું નર્મદા જિલ્લા પંચાયત ખાતે ICDS વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.
આગામી એક મહિના દરમિયાન જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણલક્ષી પ્રવૃત્તિઓ, જનજાગૃતિ કાર્યક્રમો તેમજ પોષણ સંબંધિત સરકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તથા વાલીઓની ભાગીદારીથી સુપોષિત નર્મદાના સંકલ્પને સાકાર કરવા વિવિધ કાર્યક્રમો યોજાશે.
