અરવલ્લીની 29 આશ્રમશાળાઓને આધુનિક સુવિધાઓ મળશે
Live TV
-
આદિજાતિ વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લાની 29 આશ્રમશાળાઓ, અનુદાનિત છાત્રાલયો અને માધ્યમિક શાળાઓ માટે રૂ. 1.50 કરોડની વહીવટી મંજૂરી આપી છે.
‘ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના’ હેઠળ મંજૂર થયેલી રકમમાંથી બંક બેડ-ગાદલા, બેન્ચ, વૉશિંગ મશીન, સોલાર રૂફટોપ અને RO સિસ્ટમ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ યોજનાથી અંદાજે 4,922 આદિજાતિ વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ આવાસીય સુવિધાઓનો લાભ મળશે.
બંક બેડ અને ગાદલાથી રહેણાંક સુવિધામાં સુધારો થશે, જ્યારે બેન્ચથી વર્ગખંડોમાં અભ્યાસ માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઊભું થશે. વૉશિંગ મશીન, RO સિસ્ટમ અને સોલાર રૂફટોપ જેવી સુવિધાઓથી વિદ્યાર્થીઓની દૈનિક જરૂરિયાતો સાથે સ્વચ્છતા, શુદ્ધ પાણી અને ઊર્જા બચતને પણ પ્રોત્સાહન મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, મંજૂર થયેલા કામો નિર્ધારિત નાણાકીય નિયમો અને ગુણવત્તાના ધોરણો અનુસાર અમલમાં મૂકવામાં આવશે.
