અરવલ્લીની આશ્રમશાળા અને છાત્રાલયો સુવિધાઓથી સજ્જ બનાવવા 1.50 કરોડ મંજૂર
Live TV
-
આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે અદ્યતન અને સુવિધાસભર શૈક્ષણિક તથા આવાસીય વાતાવરણ મળી રહે તે માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના’ અંતર્ગત અરવલ્લી જિલ્લાની આશ્રમશાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો અને માધ્યમિક શાળાઓમાં વિવિધ ભૌતિક સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા1.50 કરોડની વહીવટી મંજૂરી આપી છે.
આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે અદ્યતન અને સુવિધાસભર શૈક્ષણિક તથા આવાસીય વાતાવરણ મળી રહે તે માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘ન્યૂ ગુજરાત પૅટર્ન યોજના’ અંતર્ગત અરવલ્લી જિલ્લાની આશ્રમશાળાઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો અને માધ્યમિક શાળાઓમાં વિવિધ ભૌતિક સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા1.50 કરોડની વહીવટી મંજૂરી આપી છે.
આ માતબર રકમથી વિદ્યાર્થીઓની રહેણાંક, શૈક્ષણિક અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અરવલ્લીના અંદાજે 4,922 આદિજાતિ વિદ્યાર્થીઓને મળશે લાભ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી અરવલ્લી જિલ્લાની કુલ 29 જેટલી આશ્રમશાળાઓ, અનુદાનિત છાત્રાલયો અને માધ્યમિક શાળાઓનો કાયાપલટ થશે. આ સંસ્થાઓમાં અભ્યાસ કરતા અંદાજે 4,922 જેટલા આદિજાતિ વિદ્યાર્થીઓને સુંદર શૈક્ષણિક અને આવાસીય સુવિધાઓનો સીધો લાભ મળશે.
બંક બેડથી લઈને સોલાર રૂફટોપ સુધીની અદ્યતન સુવિધાઓ:
મંજૂર કરાયેલી રૂપિયા 1.50 કરોડની રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓની પાયાની અને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ નીચે મુજબના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે:
-
રહેણાંક સુવિધા: વિદ્યાર્થીઓ માટે ગાદલા સાથેના આરામદાયક બંક બેડ, જે હોસ્ટેલ જીવનને વધુ સુદૃઢ બનાવશે.
-
શૈક્ષણિક વાતાવરણ: વર્ગખંડોમાં અભ્યાસ માટે ગુણવત્તાયુક્ત અને જરૂરી બેન્ચીસ.
-
દૈનિક ઉપયોગના ઉપકરણો: છાત્રાલયોની દૈનિક વ્યવસ્થા અને સ્વચ્છતા માટે વૉશિંગ મશીન.
-
શુદ્ધ પેયજળ: વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સંભાળ માટે RO (રિવર્સ ઓસ્મોસિસ) વોટર સિસ્ટમ.
-
હરિત ઊર્જા (Green Energy): નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફટોપની સુવિધા, જેનાથી ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણનો અભિગમ સાકાર થશે.
ગુણવત્તા અને પારદર્શિતા સાથે કડક અમલીકરણ:
રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મંજૂર થયેલા તમામ કામો પ્રવર્તમાન ખરીદી નીતિ, નાણાકીય નિયમો અને નિર્ધારિત પ્રક્રિયા મુજબ જ હાથ ધરવામાં આવશે.
-
સાધનોની ખરીદીથી લઈને સ્થાપન સુધી તમામ તબક્કે ગુણવત્તા અને વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ અગ્રિમતા આપવામાં આવશે.
-
વૉશિંગ મશીન જેવા સાધનોના સંચાલન માટે સપ્લાયર દ્વારા સ્ટાફને તાલીમ અને ડેમો આપવામાં આવશે તેમજ વોરંટી-ગેરંટી અને આફ્ટર-સેલ્સ સર્વિસનું પાલન સુનિશ્ચિત કરાશે.
-
ખરીદવામાં આવેલી સામગ્રીની સ્ટોક રજિસ્ટરમાં નોંધણી અને નિયમિત ચકાસણી દ્વારા સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવશે.
શિક્ષણની સાથે રહેણાંક, શુદ્ધ પાણી, સ્વચ્છતા અને આધુનિક સાધનોનો આ સમન્વય આદિજાતિ વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તેમને સમાન તેમજ ઉત્તમ તકો પૂરી પાડવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત કરશે.
-
