Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં બે બાળકોના શ્વાસ નળી અને અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડીને સર્જરી દ્રારા દૂર કરાયા

Live TV

X
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે બાળકો ની શ્વાસ નળી અને અન્નનળીમાં ફસાયેલ ફોરેન બોડીને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે. 

    પ્રથમ કિસ્સા મા મધ્યપ્રદેશ નાં પિન્ડા નાં ખેડુત પરિવાર પિતા શંભુ ખાંટ અને માતા દક્ષાબેનનાં 13 મહિનાનાં દીકરા પ્રદ્યુમન પરિહારને એક દિવસ અચાનક શ્વાસ ચડતા માતા ચિંતિત થયા‌ . માતા દક્ષા બેનને મગફળીનો દાણો શ્વાસ માં ગયો હોવાની શંકા જતા તાત્કાલીક મંદસોર ખાતે ખાનગી હોસ્પિટલ માં લઇ ગયા. ત્યાં સિટી સ્કેન કરાવતા ફોરેન બોડી શ્વાસ નળીમાં હોવાનું ખબર પડતા ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામા આવ્યાં હતા. 

    માત્ર એક એકસ રે કરાવી તે જ દિવસે ડૉ.રાકેશ જોષી, એચ ઓ ડી પીડિયાટ્રીક સર્જરી અને મેડીકલ સુપરીન્ટેન્ડન્ટ, ડૉ. જયશ્રી રામજી ( એસોસિયેટ પ્રોફેસર) અને એનેસ્થેસિયા વિભાગનાં એસોસિયેટ પ્રોફેસર ડો નિલેશ ની સહિતની ટીમ દ્વારા સફળ બ્રોન્કોસ્કોપી કરી બાળકની શ્વાસનળીમાંથી મગફળીનો દાણો બહાર કાઢવામાં આવ્યો હતો. 

    બીજા કિસ્સામાં  લીમડી, સુરેન્દ્રનગર ખાતે કારનાં શો રુમમાં કામ કરતા શૈલેષ પરમારનાં અઢી વર્ષના દીકરા મિતાંશ ને 8મી જુલાઇ 2024ના રોજ આકસ્મિક રીતે રાસબેરી ખાતા ભૂલથી તેનો બીજ પણ સાથે ખાઇ ગયા બાદ ઉલ્ટીની તકલીફ શરૂ થઈ ગઇ અને ત્યારબાદ જયારે પણ કંઈ ખાવા જાય ત્યારે ઉલટી થઈ ખોરાક ટકતો નાં હોવાથી તેની મમ્મી મમતા બેનને બિજ ગળી ગયો હોવાની શંકા ગઇ હતી. તેઓ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. 

    બાળકને પહેલાંથી ટાઇપ C ટ્રેકિયો ઇસોફેજીયલ ફિશ્ચ્યુલા અને એન્ડસ્કોપી ગાઇડેડ ડિલેટેશનના બે વાર ઓપરેશનનાં કારણે અન્નનળીનો માર્ગ સાંકડો થઇ ગયો હતો. બાળકને દાખલ કરી તાત્કાલિક ધોરણે  ડો. રાકેશ જોશી, એચઓડી, પીડિયાટ્રિક સર્જરી અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને ડૉ. રમીલા (પ્રો.) એનેસ્થેસિયા વિભાગની આગેવાની હેઠળની ટીમ દ્વારા તે જ દિવસે અન્નનળીનાં ભાગની સ્કોપી કરવામાં આવી અને રાસબેરીનો બિયોં બહાર કાઢવામાં આવ્યો હતો. 

    સીવીલ સુપ્રિન્ટેનડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતું કે, નાના બાળકોમા શ્વાસ નળીમાં ફોરેન બોડી જતી રહેવા નાં કિસ્સા વારંવાર આવતાં હોય છે અને જો સમયસર ખબર પડી તેને ઓપેરેશન કરી બહાર કાઢવા મા નાં આવે તો ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આથી દરેક માતા પિતા જેના બાળકો નાના હોય તેમણે બાળકોને આવી વસ્તુ ઓ હાથમાં ન આવે તેનુ ખાસ ધ્યાન રાખવું જોઇએ તેમ જણાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply