Skip to main content
Settings Settings for Dark

ગુજરાતનું ગૌરવ : પાટડીની દીકરીએ દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ પાણીમાં જઈને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીની દીકરીએ દરિયા સાથે બાથ ભીડી થાઈલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ દરિયાના પાણીમાં જઈને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. આઈઆઇટી મુંબઈમાં એન્જિનિરીંગ થયેલી આ યુવતીએ સમગ્ર ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર પહોચાડ્યું છે. 

    મૂળ પાટડીના અને હાલ અમદાવાદ ખાતે રહેતા ચંદ્રકાન્ત મીરાણીની દીકરી સ્મૃતિ મીરાણીએ તાજેતરમાં જ થાઈલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ એટલે કે અંદાજે 15 માળ ઊંચાઈ સુધી દરિયાના પાણીમાં જઈને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. 

    સ્મૃતિ મીરાણીએ પાંચ વર્ષની ઉંમરે સ્વિમિંગની શરૂઆત કરી હતી. નાનપણથી જ ભણવામાં અવ્વલ સ્મૃતિ મીરાણીએ ધોરણ 12 પછી આઈઆઈટીની તૈયારી કરી મુંબઈ આઇઆઇટીમાંથી એનર્જી એન્જિનિરીંગમાં બીટેક અને એમટેક કર્યા બાદ 40 સ્કુબા ડાઇવિંગ કર્યા બાદ છેલ્લા બે વર્ષથી ફ્રી ડાઇવિંગ કર્યા બાદ તાજેતરમાં દરિયા સાથે બાથ ભીડી થાઈલેન્ડના દરિયામાં શ્વાસ રોકીને 130 ફૂટ દરિયાના પાણીમાં જઈને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply