અમરેલીના હરસુરપુર દેવળીયા ખાતે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમૃત ગૌશાળાનું લોકાર્પણ
Live TV
-
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ખાતે ધોળકિયા ફાઉન્ડેશન સંચાલિત અમૃત ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મહાનુભાવોએ તકતીનું અનાવરણ કર્યું હતું અને વૃક્ષારોપણ કર્યું હતું.
અમૃત ગૌશાળા ખાતે આશરે 300 જેટલા નાના-મોટા ગૌવંશ આશ્રય મેળવી રહ્યા છે. મહાનુભાવોએ ગૌશાળાની મુલાકાત લઈ ગૌવંશને ખોળગોળના લાડુ ખવડાવ્યા હતા તથા ગૌશાળા ખાતેની ગૌવંશની માવજત હેતુની દાણખાધ તેમજ પાણી વગેરે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું.
આ તકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે ધોળકિયા પરિવારના ઘનશ્યામભાઈ, ધર્મેશભાઈ, તુલસીભાઈ, હિતાર્થભાઈ, બ્રિજેશભાઈ, કૃપાલીબેન ધોળકિયા, રાધાબેન, પ્રાંત અધિકારી સર્વશ્રીઓ એન.આઈ.બ્રહ્મભટ્ટ, કે.વી.નંદા, નાયબ જિલ્લા પોલીસ અધિકારી ચિરાગ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
