Skip to main content
Settings Settings for Dark

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં દુધાળા ખાતે પદ્મ પુરસ્કૃતોનો પુનર્મિલન સમારોહ યોજાયો

Live TV

X
  • પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળામાં હેતની હવેલી ખાતે પદ્મ પુરસ્કૃતશ્રીઓનો પુનર્મિલન સમારોહ યોજાયો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે, રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી રાષ્ટ્ર અને સમાજ માટેના કાર્યો થઇ શકે તે શ્રેષ્ઠ બાબત છે. સકારાત્મક વિચારો અને તેના અમલીકરણ થકી પરિવર્તન આવી શકે છે તે પ્રત્યક્ષ થયું છે. પર્યાવરણની રક્ષા કરવી અને જળસંકટને નિવારવાના પ્રયાસોમાં નાગરિકોને તેમના ઉત્તમ પ્રયાસો કરવા તેમણે જણાવ્યું હતું. 

    રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ કે, રાષ્ટ્રની પ્રગતિ માટે સામાજિક કર્તવ્યો કરવામાં આવે તે આવનારી પેઢીઓ માટે પ્રેરક છે. સકારાત્મક વિચાર, કર્મયોગનું મહત્વ અને તેને લીધે થતાં કાર્યો થકી સામાજિક ઉન્નતિ થઇ શકે છે. તેમણે રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી પર્યાવરણ જાળવણી થઇ શકે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

    કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતા સવજી ધોળકીયાએ જણાવ્યું કે, ગાગડિયો નદી વિસ્તારના આજુબાજુ ૪૫ કિમી વિસ્તારમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીના કાર્યો કરવાનું આયોજન છે. તેમણે સામાજિક પ્રગતિ માટે કર્મયોગનું મહત્વ સમજાવી તેને ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો. 

    સામાજિક ક્ષેત્રે સેવા આપનાર હિરાબેન લોબીને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વૉટર મેન ઓફ ઇન્ડિયા ડૉ. રાજેન્દ્રસિંઘ, પર્યાવરણવિદ્દ શ્રી આનંદ મલ્લી બાબડ, પોન્ડમેન ઓફ ઇન્ડિયા શ્રી રામવીર તંવર સહિતનાઓને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પદ્મ પુરસ્કૃત સર્વ સુંદરલાલ પાલીવાલ, ડૉ. જગદીશભાઇ ત્રિવેદી, દેવીલાલ, હિંમત રામ બાંભુ સહિતનાઓએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમમાં પદ્મ પુરસ્કૃતો અને આમંત્રિત મહાનુભાવઓ ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply