Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં હોલીકા દહન માટે પકડાયેલા રખડતા ઢોરના છાણામાંથી છાણાની સ્ટીક અને કુંડા તૈયાર કરાયાં

Live TV

X
  • ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા હોળી પર્વમાં હોળીકા દહનનું વિશેષ મહત્ત્વ છે. હોળીકા દહનમાં લાકડા, છાણાનો વગેરે ઉપયોગ લેવાય છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી પકડાયેલ પશુઓને કરુણા મંદિર ખાતે રાખવામાં આવે છે. પશુઓ દ્વારા દૈનિક ધોરણે ઉત્પન્ન થતાં છાણ મૂત્ર વગેરેનું ઉપયોગ કરી મશીન દ્વારા છાણાં, સ્ટીક, કોડિયા, કુંડા વગેરે પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. 

    છાણમાંથી બનાતી સ્ટીક અને છાણાંનો લાકડાની જગ્યાએ હોલિકા દહન કરવામાં આવે છે. જેના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ સર્જન ઘટાડવા તથા પર્યાવરણ બચાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. આ નવતર પ્રયોગ છાણાં, સ્ટીક વગેરેનો હોળીકા દહન માટે ઉપયોગ થવાથી પર્યાવરણમાં રહેલ અશુદ્ધિઓ દૂર થાય છે તથા વાતાવરણ શુદ્ધ બને છે.

    દક્ષિણ ઝોન ખાતે, ઇસનપુર વોર્ડ, જલધારા સોસાયટી, પશ્ચિમ ઝોન ખાતે, નવરંગપુરા વોર્ડ, પ્રમુખ પાર્ક સોસાયટી મધ્ય ઝોન ખાતે, જમાલપુર વોર્ડ જગન્નાથ મંદિર પરિસર ઉત્તર ઝોન ખાતે, નરોડા વોર્ડ, પુલીન પાર્ક વિભાગ 1 ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે, સાયન્સ સિટી રોડ, પાર્ક વ્યુ એપાર્ટમેન્ટ દ્વારા છાણ અને છાણની બનાવવામાં આવેલ છાણાં તથા સ્ટીકનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવાના આવી છે. CNCD વિભાગની ટીમે અલગ અલગ સ્થળ પર હોળી પ્રગટાવવાના સમયે પર્યાવરણનું જતન કરવા જેવી બાબતો અંગે વિવિધ સોસાયટીઓ, ચાલીઓના રહીશો સાથે મળી પર્યાવરણને નુકસાન ન થાય એ પ્રમાણે વ્યવસ્થા કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply