Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં શ્વાનનો આતંક: મહિલા પર હુમલો, ગંભીર ઈજા

Live TV

X
  • અમરેલી જિલ્લામાં શ્વાનનો આતંક ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. રીકડીયા ગામની એક મહિલા પર શ્વાનના ટોળાએ હુમલો કરીને તેમને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ મહિલાને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડામાં આવી હતી.

    આ ઘટના ગામમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ગામમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો આતંક વધી ગયો છે. આ શ્વાનો અવારંવાર લોકો પર હુમલો કરી રહ્યા છે, ખાસ કરીને બાળકો અને મહિલાઓ સૌથી વધુ શિકાર બની રહ્યા છે.

    થોડા દિવસો પહેલાં અમરેલીના ચીતલ ગામમાં પણ શ્વાનના ટોળાએ ત્રણ બાળકોને ઈજા પહોંચાડી હતી. આ ઘટના બાદ ગ્રામજનોએ તંત્રને રખડતા શ્વાનો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

    જોકે, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ અને ફફડાટનો માહોલ છે. ગ્રામજનોએ માંગ કરી છે કે, તંત્ર ઝડપથી કાર્યવાહી કરીને રખડતા શ્વાનોનો સામનો કરે અને ગામમાંથી તેમનો નાશ કરે, જેથી લોકો સુરક્ષિત રીતે રહી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply