અમરેલી: મુખ્યમંત્રીએ 1,100 બેડની ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
દેવકા વિદ્યાપીઠ ખાતે 1,100 બેડની સુવિધાવાળી નવી ગર્લ્સ હોસ્ટેલ તથા 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા ધરાવતા આધુનિક ભોજનાલય તૈયાર કરાયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા મુકામે વિદ્યાપીઠના નવનિર્મિત છાત્રાલય અને ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે 1,100 બેડની સુવિધાવાળી નવી ગર્લ્સ હોસ્ટેલ તથા 580 વિદ્યાર્થિનીઓની ક્ષમતા ધરાવતા આધુનિક ભોજનાલય તૈયાર કરાયું છે. આ સુવિધાઓના કારણે ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને વધુ સારી રહેઠાણ અને ભોજનની સુવિધા સાથે શિક્ષણ પ્રાપ્ત કરવાની વધુ તકો ઉપલબ્ધ બનશે. આ કાર્યક્રમમાં કૌશિકભાઇ વેકરીયા, હીરાભાઈ સોલંકી મહેશભાઇ કસવાળા, પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેર, રમેશભાઈ ઓઝા તેમજ વિધાર્થીઓ વાલીગણ ઉપસ્થિતિ માં કાર્યક્રમ સંપણ થયો .
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી વિકસિત ભારત 2047 ના લક્ષ સાથે કામ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને યાદ કરીને દરેકે જવાબદારી સારી રીતે સંભાળીએ તેવી શિખામણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લામાં 10 દિવસમાં બીજીવાર પધાર્યા હતા. જ્યાં ઉર્જામંત્રી કૌશિક વેકરીયા સહિતના નેતાઓએ અમરેલી એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું હતું.
