નેશનલ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગુજરાતની સિદ્ધિ
Live TV
-
નેશનલ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ત્રણ ગુજરાતીઓએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
ભુવનેશ્વર ખાતે રમાયેલ પ્રથમ નેશનલ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ત્રણ ગુજરાતીઓએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. પાયલ જમોડે 1.71 મીટર ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ, કાજલ વાજાએ અંડર 20માં 7.50 સેકન્ડમાં 60મીટર દોડ પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ અને ઋતુરાજ ગોહિલે 6.87 સેકન્ડમાં 60મીટર દોડ પૂર્ણ કરીને સિલ્વર મેડલ મેળવ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલ એથ્લેટિક્સ એકેડેમીના આ ત્રણ એથ્લિટોએ ગુજરાતનું નામ રોશન કર્યું છે.
જિલ્લા રમત વિકાસ અધિકારી ડો. મનસુખ તાવેથીયાના માર્ગદર્શન, એક્સપર્ટ કોચ શિવમ ઉપાધ્યાય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રશિક્ષણ લઈને મેડલ જીત્યા છે. ઉલ્લેખનીય છે. કે ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા આ સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ આપવામાં આવે છે. 2028માં વર્લ્ડ સિનિયર એથ્લેટિક્સ ઇન્ડોર ચેમ્પિયનશિપ ભારતને આપવામાં આવી છે. જેની પૂર્વ તૈયારી રૂપે પ્રથમ વખત નેશનલ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ રમાઈ હતી.
