અમરેલી : 3 દિવસના મેઘ વિરામ બાદ ખેડૂતોએ ફરી મગફળી અને કપાસ સહિતના પાકની વાવણી શરૂ કરી
Live TV
-
અમરેલી જિલ્લામાં છેલ્લા 7 દિવસ સુધી દરેક તાલુકામાં વરસાદ પડ્યો હતો. અહીં અમુક વિસ્તારમાં સમયના અંતરે મેઘ વિરામ બાદ વાવણી કાર્ય થઈ શકયુ હતુ. જિલ્લાના દરેક તાલુકામાં એક સપ્તાહમાં મગફળી, કપાસ, શાકભાજી અને ઘાસચારાનું 3.68 લાખ હેકટરમાં ચોમાસુ વાવેતર થઈ ચુકયુ છે. પણ છેલ્લા 3 દિવસથી જિલ્લાના એકપણ તાલુકામાં વરસાદ પડ્યો નથી. જેના કારણે ખેતરમાં પાણી સુકાવા લાગતા ખેડૂતો એ ખાતર દવા બિયારણ ની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જિલ્લામાં 3 દિવસના મેઘ વિરામ બાદ ખેડૂતોએ ફરી વખત મગફળી અને કપાસ સહિતના પાકની વાવણી શરૂ કરી હતી. ગત વર્ષ કરતા ઓણસાલ મેઘરાજાની મહેરબાની થતા સમયસર વરસાદ પડ્યો હતો. જેના પગલે જૂની પરંપરા મુજબ ગોળ ધાણા અને કુમકુમ તિલક કરી વાવણી કાર્ય હોંશેહોંશે શરૂ કરી દીધું છે.
કયા તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં કેટલાે વરસાદ ?
લીલીયા 273 મીમી
અમરેલી 218 મીમી
ખાંભા 229 મીમી
બગસરા 143 મીમી
ધારીમા 160 મીમી
સાવરકુંડલા 226 મીમી
લાઠી 101 મીમી
વડીયા 148 મીમી
બાબરા 102 મીમી
રાજુલા 117 મીમી
જાફરાબાદમા 57 મીમી
