અમિત શાહ આજે ગાંધીનગર ખાતે પકડાયેલા ડ્રગ્સ બાબતે રાષ્ટ્રીય બેઠક યોજશે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સુરક્ષા, નશીલા ડ્રગ્સની હેરાફેરી અને પકડાયેલા ડ્રગ્સ બાબતે રાષ્ટ્રીય બેઠકની અધ્યક્ષતા કરશે. ગૃહમંત્રીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી અને ત્યાં પુજાપાઠ પણ કર્યા હતા. સોમનાથ મંદિરની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હજાર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સોમનાથમાં પક્ષના સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી હતી. ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપ રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા તેના સંગઠનને વધુ મજબૂત કરવા તહેવારોના દિવસોનો ઉપયોગ કરી રહયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ ગુજરાતની 6 દિવસીય મુલાકાતે છે. તેઓ સ્થાનિક નેતાઓથી લઈને જિલ્લા પ્રમુખ અને મહત્વના ગામોના સરપંચો સાથે વાતચીત કરી. તેઓ વિધાનસભા ચૂંટણીના સંભવિત ઉમેદવારો સાથે ચર્ચા કરી રહ્યા છે અને તેમને ચૂંટણી જીતવાની વ્યૂહરચના પૂરી પાડવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે. આવી દરેક ઝોન મુજબની બેઠકમાં અમિત શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ભાજપ પ્રદેશ પક્ષના મહાસચિવ રત્નાકર પણ હાજર રહ્યા હતા.
