મુખ્યમંત્રીએ નૂતન વર્ષે ગાંધીનગરમાં પંચદેવ મંદિરે દર્શન કર્યા
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નવા વર્ષની સવારે પંચદેવ મંદિર પહોચ્યા હતા. ગાંધીનગર સેક્ટર - 22 માં આવેલા પંચદેવ મંદિર ખાતે ભગવાનની પૂજા અર્ચના કરીને તેઓએ આશીર્વાદ મેળવ્યા હતા. નૂતન વર્ષની સવારે તેઓએ ગુજરાતનાં દરેક નાગરિકો સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે અને ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ અડાલજ ત્રિમંદિર ખાતે પણ, દર્શન કર્યા હતા. નૂતન વર્ષની શુભકામના સાથે નૂતન વર્ષા અભિનંદન ગાંધીનગર ખાતે પાઠવી શકાય તે માટે ગાંધીનગર ખાતે મંત્રી આવાસ પરિસરમા સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ મંત્રીઓ સહીત અનેક વરીષ્ઠ નેતાઓની ઉપસ્થતિમા યોજાયેલ સમારોહમાં મા જન આરોગ્ય, સમૃદ્ધિ અને વિકાસ લક્ષી કામગીરી સહીત અનેક પ્રકારના કાર્યક્રમો દ્વારા જન સેવા કાર્ય કરવા વિનંતી પ્રેરણા આપી ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાર્યકરો સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. આ પહેલા તેમણે ગાંધીનગર, સેક્ટર - 22 માં આવેલા પંચદેવ મંદિર ખાતે ભગવાનની પૂજા અર્ચના કરીને,, તેઓએ આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ અડાલજ દાદા ભગવાનના ત્રિમંદિર ખાતે પણ દર્શન કર્યા હતા.
