ગુજરાતમાં બેસતુ વર્ષ વિક્રમ સંવત 2079ના પ્રારંભ, રાજ્યભરમાં નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે થઈ રહેલી ઉજવણી
Live TV
-
આજે ગુજરાતમાં બેસતુ વર્ષ વિક્રમ સંવત 2079ના પ્રારંભ સાથે રાજ્યભરમાં નવા વર્ષની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની પ્રજાને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
લોકો નવા ઉત્સાહ સાથે ધંધા, વેપારના સ્થળે નૂતન વર્ષના મુહૂર્ત કરી રહયાં છે. વહેલી સવારથી જ લોકો મંદિરે દર્શન કરી નુતન વર્ષની શરૂઆત કરી રહયાં છે. ઘરોને આસોપાલવના તોરણથી શણગારવામાં આવ્યા છે, તો ઘર આંગણે આકર્ષક રંગોળી પુરવામાં આવી છે. આજના દિવસે ગુજરાતના પ્રજાજનો તેમના સગા-સંબંધીઓના ઘરે જઇ નૂતનવર્ષાભિનંદન શુભેચ્છાઓ પાઠવી રહયાં છે.દિવાળીના પંચપર્વ દરમિયાન બજારોમાં ભીડ જોવા મળી હતી. જો કે, મોટાભાગની દુકાનો અને બજારો નવા વર્ષના મુહૂર્ત પછી લાભપાંચમ સુધી બંધ રહેશે
