અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ વીસ રૂપિયાનો ઘટાડો
Live TV
-
દૂધની આવક ડેરીની ક્ષમતા કરતાં વધી જતાં પશુપાલકોને આપવામાં આવતા ભાવમાં ઘટાડો થયો છે.
અમુલ ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ વીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ડેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ચોમાસામાં દૂધની આવક વધતાં દૂધના ભાવમાં ફેટ દીઠ વીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અમૂલના ઇતિહાસની કદાચ આ પ્રથમ ઘટના છે કે દૂધની આવક ડેરીની ક્ષમતા કરતાં વધી જતાં પશુપાલકોને આપવામાં આવતા ભાવમાં ઘટાડો થયો છે.
