આણંદ જીલ્લામાથી પસાર થતી તેલ ઓઇલની લાઈનો માંથી ઓઇલ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું
Live TV
-
14 જેટલા પોલીસ કર્મીંઓને આણંદમાં ઇન્ડીયન ઓઇલ કોર્પોરેસન લીમીટેડ વડોદરા દ્વારા સન્માનિત કરાયા
ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન દ્વારા સડક માર્ગે પસાર થતા ઓઈલ ટેન્કર્સમાંથી તથા આણંદ જીલ્લામાથી પસાર થતી તેલ ઓઇલની લાઈનો માંથી ઓઇલ ચોરીનું મસમોટું કૌભાંડ સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યુ હતું.ઓઈલ કંપનીની લાઈનોમાથી ચોરીના ગુના અટકાવવામાં મહત્વની કામગીરી કરનારા આ 14 જેટલા પોલીસ કર્મીંઓને આણંદમાં ઇન્ડીયન ઓઇલ કોર્પોરેસન લીમીટેડ વડોદરા દ્વારા સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમા અમદાવાદ રેન્જ આઈ. જી.એ.કે જાડેજા. આણંદ પોલીસ અધિક્ષક મકરંદ ચોહાણ તથા ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્રI તેમજ ડીવાયએસપી કોમલ વ્યાસ , આણંદ આઈપીએસ સંદિપ કુમાર ચોધરી સહિત પોલીસ બેડાના અધીકારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમા ભારત સરકારની જાહેર મીલકતોનો રક્ષણ કરવા તેમજ જાણવણી માટે નવા બદલાયેલા કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું
